Covaxin: જીવલેણ કોરોનાના ખાતમાના મળી રહ્યા છે સંકેત, દેશી કોરોના રસી પર Good News
ફાઈઝર અને સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા બાદ હૈદરાબાદની ફાર્માસ્યુટિકલ કંપની ભારત બાયોટેકે સોમવારે પોાતના કોરોના રસીના ઈમરજન્સી ઉપયોગ માટે Drugs Controller General of India માં અરજી કરી છે.
નવી દિલ્હી: ફાઈઝર અને સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા બાદ હૈદરાબાદની ફાર્માસ્યુટિકલ કંપની ભારત બાયોટેકે (bharat biotech) સોમવારે પોાતના કોરોના રસીના ઈમરજન્સી ઉપયોગ માટે Drugs Controller General of India માં અરજી કરી છે. અધિકૃત સૂત્રોએ આ જાણકારી આપી છે. દેશી કોરોના રસી કોવેક્સીન (covaxin )નું ભારત બાયોટેક અને ICMR દ્વારા નિર્માણ થઈ રહ્યું છે.
પીએમ નરેન્દ્ર મોદીએ સોમવારે જ આગ્રા મેટ્રો રેલવે પ્રોજેક્ટના વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરેલા ઉદ્ધાટન સમયે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે કોરોના રસીની રાહ જોવાઈ રહી છે. તાજેતરમાં વૈજ્ઞાનિકોને મળીને જરાય એવું ન લાગ્યું કે રસીમાં હજુ વાર છે. આ અગાઉ તેમણે 4 ડિસેમ્બરના રોજ એક સર્વપક્ષીય બેઠકમાં પણ આશા વ્યક્ત કરી હતી કે કોવિડ19ની રસી કેટલાક અઠવાડિયામાં તૈયાર થઈ શકે છે. તે જ સાંજે અમેરિકી ફાર્માસ્યુટિકલ કંપની ફાઈઝરની ભારતીય શાખાએ પણ પોતાની રસીના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી માંગી. આ અગાઉ આ કંપનીને બ્રિટનમાં અને બહેરીનમાં આ પ્રકારની મંજૂરી મળી ચૂકી છે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube